શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને જિલ્લા અને તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષ-૨૦૨૦ માટે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાના પારિતોષિક માટે જિલ્લા કક્ષાએ માધ્યમિક અને ઉ. માધ્યમિક વિભાગનાં શિક્ષકોમાંથી શ્રી વિવિધલક્ષી વિધામંદિરના મદદનીશ શિક્ષક શ્રી સુરેશચંદ્ર જીવરામભાઈ રાવલની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. જે વિદ્યામંદિર પરિવાર માટે ગૌરવરૂપ છે.