સમગ્ર વિશ્વમાં વિદ્યામંદિરનું નામ રોશન કરનાર વિદ્યામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી પ્રણવ મિસ્ત્રીનો વિડિયો નિહાળો
01-09-2020

આજે કમ્પ્યુટર અને મોબાઇલ ફોનની દુનિયામાં પ્રણવ મિસ્ત્રી એક મોટું નામ ગણાય છે. એક કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને સંશોધક તરીકે તેમણે સમગ્ર દુનિયામાં ઘણી નામના મેળવી છે. જે વિદ્યામંદિર પરિવાર માટે ઘણી ગૌરવરૂપ અને આનંદદાયક બાબત છે. જે પ્રણવ મિસ્ત્રીને સમગ્ર દુનિયા તેમની સિક્સ્થ સેન્સ, સેમસંગ ગેલેક્સી ગિયર અને બિયોન્ડ પ્રોજેક્ટ વિગેરે શોધોના કારણે ઓળખે છે એ પ્રણવ મિસ્ત્રી વિદ્યામંદિરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. હાલમાં તેઓ મોબાઇલ ફોનની સર્વશ્રેષ્ઠ કંપની સેમસંગ સાથે જોડાયેલા છે અને આ કંપનીની સેમસંગ સ્ટાર લેબ્સના પ્રમુખ અને સીઈઓ તરીકેનો માનવંતો હોદ્દો ધરાવે છે. પ્રણવ મિસ્ત્રીના નામે સોશિયલ મીડિયાના માધ્યમ યુ ટ્યુબ અને ફેસબુક ઉપર અનેક વિડિયો અપલોડ થયા છે. એક આવો જ રસપ્રદ વિડિયો હાલમાં યુ ટ્યુબ ઉપર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. જે વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ હોઈ તે વિડિયો જોવા માટેની લિંક અત્રે મૂકવામાં આવે છે. જેની ઉપર ક્લિક કરવાથી તે વિડિયો જોઈ શકાશે.

https://youtu.be/xo0ho0BnpOI

 
CONTACT US

Vidyamandir Trust, Palanpur
Taleybaug (Vidyamandir Campus-1), Palanpur - 385 001, Dist : Banaskantha, North Gujarat

Tel : +91 - 2742 258547, 250215
Fax : +91 - 2742 265139
Email : centraloffice@vidyamandir.org
mahitivibhag@vidyamandir.org

Copyright © 2010-2020, All Rights Reserved. | Designed & Developed By : pCube Software Solution