તારીખ 04/01/2025 ના રોજ વિદ્યામંદિર ટ્રસ્ટ, પાલનપુર સંચાલિત શ્રી પી. કે. મહેતા કોલેજ ઓફ સ્પેશ્યલ એજ્યુકેશન દ્વારા 'બ્રેઇલ લિપિ' ના પિતામહ 'લુઇસ બ્રેઈલ'ની 217 મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. જેમાં કોલેજના આચાર્યશ્રી, અધ્યાપકશ્રીઓ, તેમજ તાલીમાર્થીઓના સહયોગ હેઠળ 'બ્રેઈલનો ઇતિહાસ અને સહાયક ઉપકરણ', 'ઇન્દ્રિયોની તાલીમ', 'સ્પર્શીય શૈક્ષણિક સાધનો', અને 'ડાર્ક રૂમ'નું નિર્માણ કરવામાં આવેલ. 'ડાર્ક રૂમ' એ સૌથી આકર્ષણનું કેન્દ્ર બની રહેલ. જે થકી સામાન્યજનોને દૃષ્ટિવિહીન વ્યક્તિના જીવનનો પ્રત્યક્ષ અનુભવ આપી દરેક વ્યક્તિમાં સંવેદનશીલતાનો સંચાર કરવાનો હેતુ પૂર્ણ કરી શકાયો. આ કાર્યક્રમમાં વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓ ઉપરાંત પાલનપુર શહેરની જુદી-જુદી શાળાઓ, કોલેજોના અંદાજિત 3,000 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો, તાલીમાર્થીઓ, આચાર્યશ્રીઓએ મુલાકાત લઇ આ કાર્યક્રમને ભવ્ય સફળતા બક્ષી હતી.
Back to all news