શ્રી રાજમણી અને શ્રી સી.કે. મહેતા પ્રેક્ટિસિંગ સ્કૂલ ખાતે 30 નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ટગ-ઓફ-વોર, લીંબુ-ચમચી, બેલેન્સ રેસ, મ્યુઝિકલ ચેર્સ અને 100 મીટર સ્પ્રિન્ટ જેવી રોમાંચક રમતો યોજવામાં આવી હતી. બંને શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સ્પોર્ટ્સ ડેનો હેતુ રમતગમતના માધ્યમથી બાળકોમાં ખેલદિલી, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને શારીરિક તંદુરસ્તીનું સંવર્ધન કરી તેમને સક્ષમ બનાવવાનો હતો.
Back to all news