શ્રી રાજમણી પ્રાથમિક શાળા અને શ્રી સી.કે. મહેતા પ્રેક્ટિસિંગ સ્કૂલ દ્વારા ૨૭મીથી ૨૯મી નવેમ્બર દરમ્યાન આર્ટ એન્ડ ક્રિએશન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારંપરિક અને સર્જનાત્મક એમ બંને પ્રકારની પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ ક્રાફ્ટિંગ, છત્રી ડેકોરેશન, રંગોળી, દાંડિયા ડેકોરેશન, દીવા સજાવટ, વેસ્ટમાંથી બેસ્ટ અને મેંદીના ટેટૂ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિઓનો હેતુ વિદ્યાર્થીઓમાં સર્જનશક્તિ ખીલવવાનો તેમજ તેમને ભારતના સાંસ્કૃતિક વારસા સાથે પરિચય કરાવવાનો હતો.
Back to all news