મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓનો પોઇચા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ

Home / મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓનો પોઇચા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ
20 March, 2023
મમતામંદિરના દિવ્યાંગ વિદ્યાર્થીઓનો પોઇચા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ

તા- ૧૪/૦૩/૨૦૨૩  થી ૧૬/૦૩/૨૦૨૩ દરમ્યાન વિદ્યામંદિર ટ્રસ્ટ સંચાલિત મમતામંદિરની દિવ્યાંગ શાળાઓના સોપાન થી  ધો- ૩ના બાળકોનો  પોઈચા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ યોજવામાં આવ્યો હતો.  

 પ્રથમ દિવસે બાળકોએ પોઈચા મંદિરની મુલાકાતની સાથે સાથે મ્યુઝીયમ, ભૂતઘર, ૩D ફિલ્મ, તેમજ નૌકાવિહારનો આનંદ માણ્યો હતો. બીજા દિવસે વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમ્યાન વિદ્યાર્થીઓએ  ચિલ્ડ્રન ન્યુટ્રીશિયન પાર્ક, 5 D FILM, ભૂલ ભુલૈયા અને ફ્લાવર વેલીની પણ મજા લીધી હતી. છેલ્લા દિવસે વિદ્યાર્થીઓએ અમદાવાદમાં કાંકરિયા દર્શન, પ્રાણી સંગ્રહાલય તથા સ્નો વર્લ્ડમાં મજા કરી હતી.

દિવ્યાંગ વિદ્યાર્થીઓ શાળાની બહારની દુનિયા અનુભવે અને તેમની આગામી જિંદગી માટે સજ્જ થાય તેવા હેતુ સાથેનો આ શૈક્ષણિક પ્રવાસ બાળકો માટે આનંદદાયક અને માહિતીસભર રહ્યો હતો. 

Back to all news