શ્રી આઇ.જે. મહેતા અને શ્રી બી.કે. ભણસાળી વિનયમંદિરના રંગોત્સવની મોહક રજૂઆત

Home / શ્રી આઇ.જે. મહેતા અને શ્રી બી.કે. ભણસાળી વિનયમંદિરના રંગોત્સવની મોહક રજૂઆત
22 December, 2024
શ્રી આઇ.જે. મહેતા અને શ્રી બી.કે. ભણસાળી વિનયમંદિરના રંગોત્સવની મોહક રજૂઆત

શ્રી આઇ.જે. મહેતા અને શ્રી બી.કે. ભણસાળી વિનયમંદિર શાળાનો રંગોત્સવ તારીખ 20 અને 21 ડિસેમ્બરે યોજાયો. પ્રાર્થનાથી પ્રારંભ કરીને વિદ્યાર્થીઓએ માતા-પિતાનું મહત્વ દર્શાવતું નૃત્ય, ગ્રામ્ય પૃષ્ઠભૂમિ પર હળીમળીને રહેવાનો સંદેશ આપતું નાટક, ટિપ્પણી નૃત્ય, ત્રણતાળી ગરબા, સંગીત સંધ્યા, મહાબલી હનુમાનજીની ચાલીસા પર નૃત્ય તેમજ શારીરિક તંદુરસ્તી તરફ પ્રેરતી યોગાસનની એક સુંદર કૃતિ રજુ કરી.

કુલ 460 વિદ્યાર્થીઓએ રંગોત્સવમાં ભાગ લઈ વાલીગણ, શિવમ સભ્યો તેમજ ઉપસ્થિત તમામ અધિકારીઓના મન મોહી લીધા.

Back to all news