શ્રી કાનુભાઈ મહેતા સ્મારક શિષ્યવૃત્તિ - 2025

Home / શ્રી કાનુભાઈ મહેતા સ્મારક શિષ્યવૃત્તિ - 2025
  • Vidyamandir Trust, Palanpur

    શ્રી કાનુભાઈ મહેતા સ્મારક શિષ્યવૃત્તિ - 2025

    શિષ્યવૃત્તિ અંગેના નિયમો અને શરતો

    ૧. ફક્ત બનાસકાંઠા જિલ્લાના વતની અને સારી શૈક્ષણિક કારર્કિદી ધરાવતા, આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને ભારતમાં એચ.એચ.સી. (ધોરણ-૧૨) પછીના ઉચ્ચ અભ્યાસ અર્થે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

    ૨. આ શિષ્યવૃત્તિ નાત, જાત કે લિંગના ભેદભાવ વગર કોઇ પણ લાયક વિદ્યાર્થીને, આર્થિક જરૂરિયાત અને ગુણવત્તાને ધ્યાનમાં લઈ આપવામાં આવે છે.

    ૩. આ સ્કોલરશીપ માત્ર મેડીકલ (એલોપેથિક) તથા એન્જીનિયરીંગ- ડીગ્રી કોર્ષમાં ગવર્નમેન્ટ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને અપાય છે.

    ૪. વિદ્યાર્થીઓએ નિયત અરજીપત્રકમાં અરજી કરવાની હોય છે. અરજીપત્રક વિદ્યામંદિર વેબસાઈટ www.vidyamandir.org પરથી ઓનલાઈન ભરવાનું રહેશે.

    ૫. કેન્દ્ર, નિયમો અને શરતોમાં જરૂર પડે અગાઉ પ્રસિદ્ધિ આપ્યા વગર સુધારા વધારા કરી શકશે. જરૂર જણાયે આર્થિક જરૂરિયાતવાળા અને લાયક વિદ્યાર્થીઓ માટે ખાસ કિસ્સા તરીકે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટીની લેખિત સંમતિથી નિયમો અને શરતોમાં છૂટછાટ મૂકી શકાશે.

    ૬. છેલ્લી ત્રણ વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકાથી નીચે ગુણ મેળવનાર વિદ્યાર્થીએ અરજી કરવી નહીં.

    ૭. અરજીપત્રકમાં ખોટી વિગતો ભરીને કેન્દ્રને ખોટી માહિતી પૂરી પાડીને મેળવેલી શિષ્યવૃત્તિની બધીજ રકમ કેન્દ્ર એક સાથે વસૂલ કરશે. આ અંગેનો એકરાર વિદ્યાર્થી અને તેના પિતા/વાલીએ અરજીપત્રકમાં કરવાનો રહેશે.

    ૮. જેમની શિષ્યવૃત્તિ મંજૂર કરવામાં આવી હોય તેવા વિદ્યાર્થીઓએ તેમના સંતોષકારક અભ્યાસ અંગેના દરેક સત્ર માટેનો રિપોર્ટ તેમની સંસ્થા મારફત કેન્દ્રને મોકલી આપવાનો રહેશે.

    ૯. શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થી અથવા તેના પિતા/વાલીના સરનામામાં પાછળથી ફેરફાર થાય તો તેની જાણ કેન્દ્રને કરવાની રહેશે.

    ૧૦. નીચેના ઉમેદવારોએ શિષ્યવૃત્તિ માટે અરજી કરવી નહીં.

           • છેલ્લી વાર્ષિક પરીક્ષામાં નિષ્ફળ નિવડેલ.

           • ATKT મેળવનાર

           • સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં એડમીશન લેનાર.

           • પેમેન્ટસીટ ઉપર પ્રવેશ મેળવનાર.

           • જે પરિવારની વાર્ષિક આવક રૂા.૩ લાખ થી વધુ હોય તેવા ઉમેદવારે શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવું નહીં.

    ૧૧. અરજીપત્રકમાં નીચે જણાવ્યા પ્રમાણેના ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત છે.

          (૧) શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

          (૨) ધો.૧૦, ૧૨ની માર્કશીટ

          (૩) ફી રીસીપ્ટ : હોસ્ટેલ ફી, ભોજન ફી

          (૪) રેશનકાર્ડની નકલ

          (૫) આવકનો દાખલો

          (૬) જે તે ચાલુ અભ્યાસક્રમની તમામ માર્કશીટ

          (૭) કોલેજના વડાનું તાજેતરનું બોનાફાઈડ સર્ટીફિકેટ

          (૮) તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ

    નોંધ :- આ તમામ ડોક્યુમેન્ટ મોબાઈલમાં ફોટો પાડીને અપલોડ કરી શકાશે.

    ૧૨. ઉમેદવારે અરજીપત્રકમાં ભરેલી વિગત ખોટી અથવા અધૂરી જણાશે તો કોઇ પણ જાણ કર્યા વગર ફોર્મ રદ કરવામાં આવશે.

    ૧૩. શિષ્યવૃત્તિની ચૂકવણી દરમ્યાન જરૂર પડે રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવે ત્યારે ફોર્મમાં લખેલ ખર્ચની વિગતો (જેવી કે કોલેજ/હોસ્ટેલ ફી ભરી હોય તેના બિલ ભોજન ખર્ચ અંગેના બિલો) રજૂ કરવાના રહેશે.

    ૧૪. અરજીપત્રકની ચકાસણી બાદ લાયક જણાતા વિદ્યાર્થીને જરૂર પડે રૂબરૂ મુલાકાત માટે બોલાવાશે. રૂબરૂ મુલાકાતમાં પસંદગી પામેલ અરજદારને જ શિષ્યવૃત્તિ અપાશે. રૂબરૂ મુલાકાત માટે અરજદારે પોતાના ખર્ચે આવવાનું રહેશે.

    ઉપરના નિયમો મેં વાંચ્યા છે અને તે મને બંધનકર્તા છે.